કોરોના સંકટ વચ્ચે હતાશાજનક અહેવાલ સામે આવ્યા છે કે સિરીંજ બનાવતી સૌથી મોટી કંપનીએ કંપની બંધ કરવાની કરી જાહેરાત કંપનીના એમડી નાથે વડાપ્રધાન મોદી સમક્ષ લગાવી મદદની ગુહાર એચએમડીના એમડીએ કંપની બંધ કરવાની કરી જાહેરાત પ્રાપ્ત માહિતી મુજબ, એર ક્વોલિટી મેનેજમેન્ટ તરફથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણને ઘટાડવા માટે કંપનીની ૨૨૮ ફેક્ટરીઓને અસ્થાયીરૂપથી બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.
હિન્દુસ્તાન સિરીંજ એન્ડ મેડિકલ ડિવાઈસિસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ નાથે શુક્રવારે મીડિયાને જણાવ્યું કે અમે પોતાના કોમ્પલેક્સમાં પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. નાથે કહ્યું કે કંપનીની પાસે બે દિવસથી વધુનો બફર સ્ટોક પણ નથી. તેમણે કહ્યું કે અમે સોમવારથી બે દિવસના બફર સ્ટોકથી વધુ સિરીંજનું ઉત્પાદન કરી શકતા નથી. ૧.૨ કરોડ સિરીંજનું દૈનિક ઉત્પાદન સોમવારથી પુરૂ પાડવામાં આવશે. આ આંકડામાં એક અન્ય પ્લાન્ટમાં બનાવેલી ૪૦ લાખ સિરીંજ સામેલ છે. જેને એચએમડીએ સોમવારે બંધ કરવાની યોજના બનાવી છે.
કંપનીના એમડી નાથે વડાપ્રધાનને પત્ર લખી કહ્યું કે ભારત અને વિશ્વ સ્તરે પહેલેથી જ સિરીંજનો પુરવઠો ઓછો છે. પરિસ્થિતિ વધુ બગડી છે. કારણકે અમને સ્વૈચ્છિકક આધારે એકમોને બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેનાથી દરરોજ ૧૫૦ લાખ સોય અને દરરોજ ૮૦ લાખ સિરીંજના ઉત્પાદનને અસર થશે.