અમરેલી તાલુકા હેલ્થ કચેરી દ્વારા આવતી કાલે કોરોના વેક્સિનેશનની મેગાડ્રાઇવ યોજાનાર છે ત્યારે તે અંતર્ગત અમરેલી શહેરમાં વિવિધ ૧૪ સ્થળોએ વેક્સિન આપવામાં આવશે. જ્યારે તાલુકાના અન્ય ગામોમાં પણ વેક્સિનેશનની કામગીરી પૂરજાશમાં ચલાવવામાં આવશે. અમરેલી શહેરમાં તાલુકા શાળા રામજી મંદિરની બાજુમાં, મીની કસ્બાવાડ, ઓમનગર કોમ્યુનીટી હોલ ચિત્તલ રોડ, બ્રહ્મેશ્વર
મહાદેવ મંદિર બ્રાહ્મણ સોસાયટી, સરસ્વતી સ્કૂલ લાઠી રોડ, પંચમુખી હનુમાન હનુમાનપરા, ખેડૂત તાલીમ કેન્દ્ર ચક્કરગઢ રોડ, ગુરૂકૃપા બાલમંદિર માણેકપરા, વેરાઇપા મંદિર, નવો ચોરો જેશીંગપરા, ડુબાણીયાપા, અર્બન હેલ્થ સેન્ટર-૧ બહારપરા, રામાપીર મંદિર સંકુલ બાયપાસ, ભોજલપરા રામજી મંદિર, સરસ્વતી વિદ્યામંદિર લાઠી રોડ ખાતે વેક્સિનેશનની કામગીરી કરાશે. જ્યારે તાલુકાના વાંકીયા, જાળીયા, શેડુભાર, મોટા આંકડીયામાં પણ વેક્સિન અપાશે. કુલ રર,૧૬ર લાભાર્થીઓને વેક્સિનેટ કરવામાં આવશે. લોકો અફવાઓથી દૂર રહી વેક્સિન લઇ પોતાને સુરક્ષિત કરે તેવી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.