પીએમ મોદીએ આજે લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ૩નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે ૮૦,૨૨૪ કરોડ રૂપિયાની ૧૪૦૬ પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યું. તેમણે ઈન્વેસ્ટર્સ સમિટને સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં ૮૦ હજોર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા છે. આ રેકોર્ડ રોકાણ ઉત્તર પ્રદેશમાં રોજગારીની હજોરો તકો ઊભી કરશે. જે ભારત ઉપરાંત યુપીની ગ્રોત સ્ટોરી પણ બતાવે છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના બાદ જે રીતે વૈશ્વિક પરિસ્થિતિઓ ઊભી થઈ તે આપણા માટે નવી તકો લઈને આવી છે. આપણે આગળ વધીને કામ કરવાનું છે. તેમણે યુવાઓને આગળ આવીને કામ કરવાની પણ અપીલ કરી.
પીએમ મોદીએ કહ્યું કે યુપીની યુવા શક્તિમાં તે સામર્થ્ય છે કે તે તમારા સપના અને સંકલ્પોને નવી ઉડાણ, નવી ઊંચાઈ આપશે. યુપીના યુવાઓો પરિશ્રમ, સામર્થ્ય, સમજ, સમર્પણ, તમારા બધા સપના સંકલ્પોને સિદ્ધ કરશે. હું કાશીનો સાંસદ છું આથી એટલું ઈચ્છીશ કે ક્યારેક સમય કાઢીને મારી કાશી આવીને જુઓ, કાશી ખુબ બદલાઈ ગઈ છે. વિશ્વની એવી નગરી કે જે પોતાના પુરાતન સામર્થ્ય સાથે નવા રંગરૂપમાં સજી શકે છે. તે યુપીની તાકાતનું જીવતું જોગતું ઉદાહરણ છે.
પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં ૮૦ હજોર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા. આ રેકોર્ડ રોકાણ યુપીમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. જે ભારતની સાથે જ યુપીની ગ્રોથ સ્ટોરીને વધતી દેખાડે છે. દુનિયા આજે જે ભરોસાપાત્ર સાથીની શોધ કરે છે તેના પર ખરા ઉતરવાનું સામર્થ્ય ફક્ત ભારત પાસે છે. દુનિયા આજે ભારતના પોટેન્શિયલને પણ જુએ છે અને ભારતના પરફોર્મન્સને પણ બિરદાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણે જી૨૦ અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. આજે ભારત ગ્લોબલ રિટેઈલ ઈન્ડેક્સમાં બીજો નંબરે છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એનર્જી કન્ઝ્યૂમર દેશ છે. ગત વર્ષે દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાંથી ૮૪ બિલિયન ડોલરનું રેકોર્ડ એફડીઆઇ આવ્યું. ભારતે ગત નાણાકીય વર્ષમાં ૪૧૭ બિલિયન ડોલર એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાથી વધુનો મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો યુપીમાં ભારતની પાંચમા-છઠ્ઠા ભાગની વસ્તી રહે છે. એટલે કે યુપીના એક વ્યક્તિની સુખાકારી, ભારતના દર છઠ્ઠા વ્યક્તિની સુખાકારી થશે. મારો વિશ્વાસ છે કે યુપી જ ૨૧મી સદીમાં ભારતની ગ્રોથ સ્ટોરીને મૂમેન્ટમ આપશે. આ વખતે બજેટમાં અમે ગંગાના બંને કિનારા પર ૫-૫ કિમીના દાયરામાં કેમિકલ ફ્રી પ્રાકૃતિક ખેતીનો કોરિડોર બનાવવાની જોહેરાત કરી છે. યુપીમાં ગંગા ૧૧૦૦ કિમીથી વધુ લાંબી છે અને અહીંના ૨૫-૩૦ જિલ્લામાંથી પસાર થાય છે. પ્રાકૃતિક ખેતીની મોટી સંભાવના અહીં બની રહી છે.
ઉત્તર પ્રદેશમાં જોણે ઉદ્યોગપતિઓએ રોકાણ માટે ખજોનો ખોલી નાખ્યો હોય તેવું જણાય છે. ઈન્દીરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની થ્રી દરમિયાન કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણી, નિરંજન હીરાનંદાની સહિત અનેક ઉદ્યોગપતિઓએ રોકાણ સંદર્ભે મહત્વની જોહેરાતો કરી. જેના કારણે રોજગારીની પણ મોટી તકો ઊભી થવાની શક્યતા છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જોહેરાત કરી કે તેઓ યુપીમાં આવનારા સમયમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી લગભગ ૩૦,૦૦૦ જેટલી નોકરીની તકો ઊભી થશે. ૨૪ હજોર કરોડ રોડ અને ટ્રાન્સપોર્ટ, ૩૦ હજોર કરોડ મલ્ટિલેવલ લોજિસ્ટીક અને ડિફેન્સ સેક્ટરમાં રોકી રહ્યા છીએ. કાનપુરમાં ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરાશે. આ અવસરે ગૌતમ અદાણીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આજે મને બે મહાન નેતાઓ (પીએમ મોદી, સીએમ યોગી)ને મળવાની તક મળી જેઓ ભારતને નવું ભારત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
અદાણી સમૂહના ચેરમેન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તમે રાજ્યનો વિકાસ કર્યો ત્યારબાદ દેશના પીએમ બન્યા અને તમે તે ગુજરાત મોડલ દેશભરમાં લાગૂ કર્યું. સીએમ યોગીની પણ પ્રશંસા કરતા કહ્યું કે યુપી માટે તમારું વિઝન, તમારી અનુશાસિત જીવનશૈલી, કામ પ્રત્યે નિષ્ઠા, સર્વાંગી વિકાસ તરફ ઝૂકાવ એ પ્રેરણાદાયી છે. તમે યુપીમાં કાયદા વ્યવસ્થામાં સુધાર લાવીને ગુડ ગવર્નન્સની મિસાલ કાયમ કરી. તેનાથી આજે યુપી પ્રોગ્રામ ઈમ્પિમેન્ટેશનમાં પહેલા નંબરે પહોચ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે અમે આટલા બધા રાજ્યોમાં કામ કરીએ છીએ પરંતુ અમને લાગે છે કે યુપીના ગવર્નન્સમાં નિર્ણય લેવાની ક્ષમતા અભૂતપૂર્વ છે. તેમણે એમ પણ કહ્યું કે તમારું વિઝન પીએમના નેશન બિલ્ડીંગ સાથે જે પ્રકારે મેળ ખાય છે તે અન્ય રાજ્યો માટે મિસાલ બન્યું છે. આજનું યુપી જ આવતી કાલના દેશનું સ્વરૂપ નક્કી કરશે.
ગૌતમ અદાણી ઉપરાંત આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ પણ મોટી જોહેરાત કરતા કહ્યું કે પ્રદેશમાં ૪૦ હજોર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેની કરીને ૩૫ હજોર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની તકો ઊભી થશે. તેમણે કહ્યું કે યુપી આજે રોકાણ માટે સૌથી મહત્વનું ડેસ્ટીનેશન બની ગયું છે. યુપીએ રોકાણ ક્ષેત્ર હરણફાળ ભરી છે. રોકાણ મિત્રના માધ્યમથી સિંગલ વિન્ડો સિસ્ટમ લાગૂ થવાથી રોકાણ માટે ખુબ મદદ મળી. સીએમ યોગીના નેતૃત્વમાં યુપી આગળ વધી રહ્યું છે અને પીએમ મોદીના નિર્દેશનમાં તે સશક્ત બની રહ્યું છે. અન્ય રાજ્યો માટે તે ઉદાહરણ બન્યું છે.
જોણીતા હીરાનંદાની ગ્રુપના એમડી નિરંજન હીરાનંદાનીએ પણ મહત્વની જોહેરાત કરતા કહ્યું કે અમે અમારા ડેટા સેન્ટરને સંદર્ભે યુપીમાં દર વર્ષે એક હજોર કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે યુપી બુલેટ ટ્રેનની ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્પીડ ઓફ બિઝનેસ ખુબ ઝડપી છે. હું ૪૦ વર્ષથી બાંધકામ વ્યવસાયમાં છું પરંતુ આટલો બદલાવ મે ક્યારેય જોયો નથી.અન્ય રાજ્યો માટે મિસાલ બન્યું છે. આજનું યુપી જ આવતી કાલના દેશનું સ્વરૂપ નક્કી કરશે.
ગૌતમ અદાણી ઉપરાંત આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ પણ મોટી જોહેરાત કરતા કહ્યું કે પ્રદેશમાં ૪૦ હજોર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેની કરીને ૩૫ હજોર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની તકો ઊભી થશે. તેમણે કહ્યું કે યુપી આજે રોકાણ માટે સૌથી મહત્વનું ડેસ્ટીનેશન બની ગયું છે. યુપીએ રોકાણ ક્ષેત્ર હરણફાળ ભરી છે. રોકાણ મિત્રના માધ્યમથી સિંગલ વિન્ડો સિસ્ટમ લાગૂ થવાથી રોકાણ માટે ખુબ મદદ મળી. સીએમ યોગીના નેતૃત્વમાં યુપી આગળ વધી રહ્યું છે અને પીએમ મોદીના નિર્દેશનમાં તે સશક્ત બની રહ્યું છે. અન્ય રાજ્યો માટે તે ઉદાહરણ બન્યું છે.
જોણીતા હીરાનંદાની ગ્રુપના એમડી નિરંજન હીરાનંદાનીએ પણ મહત્વની જોહેરાત કરતા કહ્યું કે અમે અમારા ડેટા સેન્ટરને સંદર્ભે યુપીમાં દર વર્ષે એક હજોર કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે યુપી બુલેટ ટ્રેનની ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્પીડ ઓફ બિઝનેસ ખુબ ઝડપી છે. હું ૪૦ વર્ષથી બાંધકામ વ્યવસાયમાં છું પરંતુ આટલો બદલાવ મે ક્યારેય જોયો નથી.