કોરોના રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષથી હજ યાત્રા મોકૂફ રહ્યા બાદ આ વખતે ઓમિક્રોનની અસરને પરિણામે હજ યાત્રા મોંઘી થવાની સંભાવના વધી ગઈ છે. કોવિડ પ્રોટોકોલના કારણે સાઉદી અરેબિયાની સરકારે વિઝા ફી સહિત વેટમાં વધારો કર્યો છે. હજ પર જવાની ઈચ્છા રાખનાર આઝમીનને ૧.૨૫ લાખ રૂપિયા વધુ ખર્ચવા પડી શકે છે. જાકે, હજ કમિટિ ઓફ ઈન્ડીયાએ હજુ સુધી વાસ્તવિક હજ ખર્ચની જાહેરાત કરી નથી. કોરોના મહામારીને કારણે હજ યાત્રા ૨૦૨૦ અને ૨૦૨૧માં સતત બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. હજયાત્રા ૨૦૨૨ની જાહેરાત બાદ બે વર્ષથી હજયાત્રા ન મળવાને કારણે નિરાશ થયેલા રાજ્યના આઝમીનના ચહેરા પર સ્મિત ફરી વળ્યું છે. રાજ્યમાં ૧ નવેમ્બરથી હજ યાત્રા માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી છે. બે વર્ષ પછી શરૂ થયેલી હજ પ્રક્રિયા આ વખતે ઓમિક્રોનથી જાખમમાં છે. હજ કમિટી ઓફ ઈÂન્ડયાની ગાઈડલાઈન મુજબ આ વખતે હજ વિઝા ફી, વેટ, હેલ્થ ઈન્સ્યોરન્સ, સાઉદી અરેબિયામાં રહેઠાણ અને સર્વિસ ફીમાં કોરોના વાયરસના કારણે વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે વર્ષ ૨૦૨૨માં હજ યાત્રાનો ખર્ચ લગભગ એક લાખથી ૧.૨૫ લાખ રૂપિયા મોંઘો થવાની ધારણા છે. આ વખતે હજયાત્રીઓએ હજ પર જવા માટે રૂ. ૩,૩૫,૦૦૦ થી રૂ. ૪,૦૭૦૦૦ સુધીનો ખર્ચ કરવો પડશે. જ્યારે, વર્ષ ૨૦૧૯ માં, રાજ્યમાંથી હજ યાત્રા પર જઈ રહેલા આઝમીનોએ અઝીઝિયામાં ૨,૩૬,૦૦૦ રૂપિયા અને ગ્રીનમાં ૨,૮૨,૦૦૦ રૂપિયા ખર્ચ્યા હતા. અરજી કર્યા પછી, હજ સમિતિ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોએ પ્રથમ હપ્તા તરીકે રૂ. ૮૧૦૦૦ જમા કરાવવાના રહેશે. બાકીની રકમ બે વખત જમા કરાવવાની રહેશે. આ અંગે રાજ્ય હજ સમિતિના હજ સચિવએ જણાવ્યું હતું કે, હજ કમિટિ ઓફ ઈન્ડીયાએ હજ યાત્રા ૨૦૨૨ના ખર્ચ અંગેની તેની માર્ગદર્શિકામાં સંભવિત હજ ખર્ચની જાહેરાત કરી છે. વાસ્તવિક કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી. નવી માર્ગદર્શિકા જારી થયા બાદ જ હજ યાત્રાનો કુલ ખર્ચ જાહેર કરવામાં આવશે. આ વધારાનું કારણ સાઉદી અરેબિયાની સરકાર દ્વારા હજ સેવાઓ પર વસૂલવામાં આવતા પાંચ ટકા વેટને વધારીને ૧૫ ટકા કરવાનું માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ નવા હજ વિઝા ફી તરીકે ૩૦૦ સાઉદી રિયાલ ચૂકવવા પડશે. તેમજ સ્વાસ્થ્ય વીમા માટે ૧૦૦ રિયાલ ચૂકવવા પડશે. સાઉદી અરેબિયામાં કોરોના સમયગાળાને કારણે, એક રૂમમાં ફક્ત બે જ લોકો બેસી શકે છે. આથી આવાસના ભાડામાં વધારા સાથે ૧૦૫૦ રિયાલને બદલે હાજીઓની સેવાના બદલામાં ૨૫૦૦ રિયાલ ચૂકવવા પડશે.