કોરોના મહામારી દરમ્યાન ધનિકો અને બાકીની વસ્તી વચ્ચેની આર્થિક અસમાનતામાં મોટો વધારો થયો હોવાનું ધ વર્લ્ડ ઇનઇકવિલિટી રિપોર્ટમાં જણાવાયું હતું.
સોશ્યલ સાયન્ટિસ્ટસના નેટવર્ક દ્વારા રજૂ કરવામાં આવેલા આ અહેવાલ અનુસાર ધનિક સરકારોએ ગરીબી નાબૂદ કરવા માટે વિરાટ નાણાંકીય સહાય આપી હતી.૨૦૨૦ના આરંભે મહામારીની શરૂઆતમાં હાઉસહોલ્ડ ઇન્કમના બે ટકા કરતાં વધારે તેમની સંપત્તિ હતી તે હવે વધીને ૩.૫ ટકા થઇ ગઇ છે.
ગરીબી વિશે સંશોધન કરવા બદલ જેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે તે ભારતના અભિજિત બેનર્જી અને ફ્રેન્ચ મહિલા એસ્થર ડફલોએ આ અહેવાલની પ્રસ્તાવના લખી છે. તેમણે જણાવ્યું હતું કે આર્થિક સત્તા સુપર રીચની બહુ નાની લઘુમતિના હાથમાં કેન્દ્રિત થઇ ગઇ છે. મહામારી દરમ્યાન આરોગ્ય,સામાજિક, જાતિ અને વંશિય અસમાનતામાં પણ વધારો થયો છે.
ફોર્બ્સના આ વર્ષના વિશ્વના અબજાપતિઓની યાદીમાં ૨,૭૫૫ અબજાપતિઓને સમાવવામાં આવ્યા છે. જેમની સંયુક્ત સંપત્તિ જે ગયા વર્ષે આઠ ટ્રિલિયન હતી તે આ વર્ષે વધીને ૧૩.૧ ટ્રિલિયન થઇ છે. ૫,૨૦,૦૦૦ જણા જે ધનિકોના ૦.૦૧ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સપત્તિ જે ગયા વર્ષે ૧૦ ટકા હતી તે આ વર્ષે વધીને ૧૧ ટકા થઇ છે.
આ ૦.૦૧ ટકાની ઘરેલૂ આવક ૧૯ મિલિયન ડોલર છે. આ અભ્યાસમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન ઇકોનોમી ઓનલાઇન થઇ તેનો મોટો ફાયદો સુપર રીચને થયો છે. જ્યાં ગરીબોને રાહત આપવાની કોઇ યોજના નહોતી ત્યાં ગરીબીમાં મોટો વધારો થયો હતો. બીજી તરફ યુએસ અને યુરોપમાં સરકારે સામાન્ય લોકો માટે વિરાટ રાહતો જાહેર કરી તેમની હાલાકી નિવારી હતી.
ગરીબી સામે લડવા માટે સમાજવાદી રાજ્યનું મહત્વ ઘણું છે તે આ બાબત પરથી ખ્યાલ આવે છે. દરમ્યાન દુનિયામાં આજે કોરોનાના નવા ૨,૧૦,૮૦૨ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૬૬,૯૩૬,૭૭૯ થઇ હતી જ્યારે ૪૦૯૭ના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૫૨,૮૧,૯૯૫ થયો હતો. યુએસએમાં કોરોનાનો કુલ મરણાંક આઠ લાખનો આંક પાર કરી ગયો હતો.
ઓમિક્રોન વેરિઅન્ટના ચેપના પ્રસારને ધીમો પાડવાના આશયથી યુકેમાં પ્રવેશનારે મંગળવારથી તેનો પ્રવાસ આરંભ કરવાના ૪૮ કલાક પૂર્વે જ ટેસ્ટ કરાવવાનો રહેશે. ંવિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ શાખાના જણાવ્યા અનુસાર પાંચથી ચૌદ વર્ષની વયજૂથના કિશોરોમાં કોરોનાનો ચેપનો દર સૌથી વધારે જાવા મળ્યો છે.
છેલ્લા બે મહિનામાં ૫૩ દેશો ધરાવતાં આ વિસ્તારમાં કોરોનાના કેસો અને મરણાંક બમણા કરતાં વધારે નોંધાયા છે. યુરોપમાં ૨૧ દેશોમાં ઓમિક્રોનના ૪૩૨ કેસો નોંધાયા છે. ધ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર એસ્ટ્રાઝેનેકા અથવા ફાઇઝરની કોરોના રસીનો પહેલો ડોઝ મેળવનારા જા બીજા ડોઝ મોડર્ના કે નોવાવેક્સનો લે તો કોરોનાના સામે તેમની રોગપ્રતિકાર શક્તિ બહેતર પ્રતિભાવ આપે છે.