લદ્દાખમાં કોરોના મહામારીએ ફરી દસ્તક દેવાની શરૂઆત કરી દીધી છે. એકાએક કોરોના વાયરસના વધેલા કેસોએ લદ્દાખ પ્રશાસનની ચિંતાઓ વધારી દીધી છે. આ જ કારણ છે કે, લદ્દાખ પ્રશાસને વિસ્તારમાં કોરોના વાયરસના કેસો વધતા જાઈને લેહ જિલ્લામાં ૪ જુલાઈથી ક્ષેત્રની બધી શાળાઓને ૧૫ દિવસની ઉનાળાની રજાઓ માટે બંધ કરવાનો મહ¥વનો નિર્ણય લીધો છે. લેહના ડેપ્યુટી કમિશનર શ્રીકાંત સૂસેએ શુક્રવારે આ સંબંધમાં આદેશ જાહેર કરીને સરકારી અને ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓને રજા આપવાની સલાહ આપી છે.
આ કાર્યવાહી આ સંબંધમાં લદ્દાખ અટાનમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં થયેલા નિર્ણય બાદ કરવામાં આવી છે. નક્કી કરવામાં આવ્યું કે, જિલ્લામાં કોરોના વાયરસની ચેન તોડવા માટે શાળાઓને ૧૫ દિવસ માટે બંધ કરી દેવામાં આવે. આ સમયે લદ્દાખના લેહમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. શુક્રવારે લેહ જિલ્લામાં સંક્રમણના ૭ નવા કેસ સામે આવ્યા. લદ્દાખમાં આ સમયે કોરોના વાયરસ સંક્રમણના બધા ૭૯ કેસ લેહ જિલ્લામાં છે. તો કારગિલ જિલ્લામાં કોરોના સંક્રમણનો એક કેસ છે.
એવામાં લેહ જિલ્લામાં પર્યટન સીઝનમાં કોરોના વાયરસના કેસને નિયંત્રિત કરવા માટે સખત પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. આ અગાઉ વિરવાર લેહ જિલ્લા પ્રશાસને માસ્ક પહેરવાનું અનિવાર્ય કરી દીધું હતું. માસ્ક ન પહેરનાર વ્યક્તિને ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. આ આદેશ આપત્તિ સંચાલન અધિનિયમ હેઠળ લેવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગ, પોલીસ પ્રશાસનને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જિલ્લામાં માસ્ક પહેરવાના આદેશને સખ્તાઇથી પ્રભાવી બનાવવામાં આવે છે. એવામાં શુક્રવારે લેહ જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગોની ટીમોએ કોરોનાને નિયંત્રિત કરવા સંબંધિત નિર્દેશોને સખ્તાઇથી પ્રભાવી બનાવવાની દિશામાં પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, લદ્દાખમાં કોરોના વાયરસના ૨૨ નવા કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણના કેસ વધીને ૨૮ હજાર ૪૧૧ થઈ ગયા છે. તો ગુરુવારે ૧૧ દર્દીઓ સંક્રમણથી સાજા થયા બાદ રજા આપી દેવામાં આવી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યારે ૭૮ લોકોની સારવાર ચાલી રહી છે જેમાંથી લેહમાં ૭૭ અને કારગિલમાં એક દર્દીની સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાના કેસોની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૭ હજારથી વધુ નવા દર્દી મળ્યા છે, જ્યારે ૨૩ દર્દીઓના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાના કેસના આંકડા ચોંકાવનારા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧૭,૦૭૦ નવા કેસ મળ્યા છે.