સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે કોરોના મહામારીના કારણે અનાથ થયેલા બાળકોને કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ આ રાહત તાત્કાલિક પહોંચાડવી જાઈએ. કોર્ટે એમ એટલે કહ્યું કેમ કે ૨૯ મેના રોજ શરૂ થયેલી આ યોજના હેઠળ ૪૮૪૮ અરજદારો પૈકી માત્ર ૧૭૧૯ લાભાર્થીઓને જ લાભ મળી શક્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ કેરને બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માર્ગો પર રહેતા બાળકોના પુનર્વિસ્થાપનને લઈને સૂચન આપવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે પણ બધા રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે રસ્તા પર રહેતા બાળકોની ઓળખ તાત્કાલિક કરવામાં આવે અને તેનો ડેટા એનસીપીસીઆરને આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે ડીએમ અને ડીસીને આદેશ આપ્યો છે કે એવા બાળકોની શૈક્ષણિક સ્થિતિની જાણકારી મેળવવાનો નિર્દેશ આપવામાં આવે, જેને પીએમ કેર ફંડ હેઠળ લાભ આપી શકાય. સુપ્રીમ કોર્ટમાં કેસની આગામી સુનાવણી ૩૦ નવેમ્બરના રોજ થશે.
એનસીપીસીઆરના એડવોકેટ સ્વરૂપમા ચતુર્વેદી દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટના માધ્યમથી કોર્ટને જાણકારી આપવામાં આવી કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસ્તા પર રહેતા બાળકોના સંબંધમાં જાણકારી શેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જાકે તેઓ એકલા રહે છે કે માર્ગ પર પરિવાર સાથે રહે છે અને રાત મલિન વસ્તીમાં કાઢે છે. જÂસ્ટસ એલ. નાગેશ્વર રાવ અને બી.આર. ગવઇની પીઠે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તેનો લાભ દરેક બાળક સુધી પહોંચે.
અત્યારસુધી આપણે અંધારામાં તીર મારી રહ્યા હતા. કોર્ટે કેન્દ્રને બે અઠવાડિયામાં એક એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં આ બાળકોની શૈક્ષણિક સ્થિતિ બાબતે જાણકારી સાથે યોજના હેઠળ ઉઠાવવામાં આવેલા પગલાંનું વિવરણ હોય. આ આદેશ એક સ્વતઃ સંજ્ઞાન અરજીમાં આવ્યો છે જ્યાં કોર્ટ એ બાળકો માટે રાહત પર વિચાર કરી રહી છે જેમને કોરોનાના કારણે દેખરેખ અને સુરક્ષાની આવશ્યકતા છે.
એમિક્સ ક્યુરી ગૌરી અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં બે લાખ બાળકો રસ્તા પર રહે છે. દિલ્હીના માર્ગો પર ૭૦ હજાર બાળકો રહે છે. માર્ગ પર રહેતા બાળકોના પુનર્વિસ્થાપનને લઈને કોઈ રાજ્યએ અત્યાર સુધી એફિડેવિટ દાખલ કરવી નથી. તો એએસજી નટરાજે કહ્યું કે તે માત્ર ૪ રાજ્યનો આંકડો છે, બીજા રાજ્યોએ પણ તેની ઓળખ કરવાની શરૂઆત કરી દીધી છે. આ આંકડો ૧૫-૨૦ લાખ સુધી હોય શકે છે.