રાજ્ય અને દેશમાં કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના વાસ્તવિક આંકડા કંઇક અલગ જ હતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા કંઇક અલગ હતા. ત્યારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી દ્વારા સોશિયલ મીડિયા મારફત સરકાર સમક્ષ બે માંગણીઓ કરવામાં આવી છે. જેમાં પ્રથમ માંગણી એવી કરાઇ છે કે, કોરોના મૃતકોના સાચા આંકડા બતાવવામાં આવે. તેમજ બીજી માંગણી કરવામાં આવી છે કે, કોરોનાને કારણે જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમને રૂ. ૪ લાખનું વળતર આપવામાં આવે. સરકારને પ્રજાની વેદના સમજવી પડશે અને વળતર મળવું જ જાઇએ તેવું તેમણે જણાવ્યું હતું.