ન્યૂઝીલેન્ડમાં એક વ્યક્ટિએ એક જ દિવસમાં કોરોનાની રસીનાં દસ ડોઝ લીધા હતા. આ મામલે હવે આરોગ્ય મંત્રાલયે તપાસ કરાવવાનું કહ્યું છે. રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુવક રસી લેવા માટે અલગ-અલગ વેક્સિન સેન્ટરમાં ગયો હતો. તેણે રસીનાં ડોઝ લેવા માટે પૈસા પણ આપ્યા.
ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનાં ડેલ્ટા વેરિઅન્ટે ભારે વિનાશ સર્જ્‌યો હતો. અહીં સરકારે ઓકલેન્ડમાં સાડા ત્રણ મહિનાનું લોકડાઉન પણ લાદી દીધું છે. વડા પ્રધાન આર્ડેને કહ્યું કે સત્ય એ છે કે દેશમાં ડેલ્ટા વેરિઅન્ટની લહેર છે આ કારણોસર લોકો કારણ વિના બહાર નિકળવાનું ટાળે. અહીં પ્રશાસને ગયા મહિને નાઈટ ક્લબ, કાફે અને સિનેમાઘરો ખોલ્યા હતા. ઓકલેન્ડમાં માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા હતા અને માત્ર અમુક ચોક્કસ સંખ્યામાં ભેગા થવા દેવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓએ બાર અને નાઈટક્લબની મુલાકાત લેવા માટે રસીનું પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે.
અહીં વડાપ્રધાને કહ્યું છે કે, દુનિયાનો કોઈ દેશ ડેલ્ટા સામે સંપૂર્ણ રીતે લડવામાં સક્ષમ નથી. અહીં ૮૩ ટકા પુખ્ત વસ્તીને રસી આપવામાં આવી છે. જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ પૂરજાશમાં હતું, ત્યારે ઓકલેન્ડમાં આ વેરિઅન્ટનાં ૧૫૦ કેસ જાવા મળ્યા હતા. જા કે, તેમ છતાં, અહીંનાં વહીવટીતંત્રએ રસીકરણનાં કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ઘણી છૂટ આપી હતી. ગયા વર્ષે જ્યારે મહામારી શરૂ થઇ, ત્યારે ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવો દેશ હતો જ્યાં મૃત્યુ દર ઓછો હતો.