રાજુલામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોવિડ રસીકરણની સુંદર કામગીરી કરાઈ રહી છે. પરંતુ દિવાળી તહેવારો બાદ કોરોનાએ ફરી માથું ઉચક્યું હોય શહેરની જનતાએ સજાગ રહેવા અને સોશ્યલ ડિસ્ટન્સ સહિત માસ્ક ફરજીયાત પહેરવા
ડો. નિલેશભાઈ કલસરીયાએ જણાવ્યું હતું. કોરોના સંક્રમણને અટકાવવા રાજુલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા રસીકરણ કામગીરી પુરજાશમાં હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં તાલુકાના ૧,૧૧,૦૦૦ ઉપરાંત લોકોને પ્રથમ ડોઝ અને ૭૯,૦૦૦ ઉપરાંત લોકોને બીજા ડોઝની રસીકરણ કામગીરી કરાઈ છે. ત્યારે ૧૩,૦૦૦ ઉપરાંત લોકોને બીજા ડોઝ લેવાનો બાકી હોય આશા બહેનો અને હેલ્થ સ્ટાફ દ્વારા હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત હાઉસ ટુ હાઉસ મુલાકાત તથા દરરોજ શિક્ષકો દ્વારા ફોન, આઈએમએ ડોક્ટર્સ ગ્રુપના સહયોગથી રસીના બીજા ડોઝ માટે સઘન પ્રયત્નો તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી. કલસરીયા અને તેમની હેલ્થ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે.