અમેરિકન નેવીના એક કમાન્ડરને કોવિડ-૧૯ વિરોધી રસી અને ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરવા બદલ યુદ્ધ જહાજના એક્ઝિક્યુટિવ ઓફિસર પદેથી બરતરફ કરવામાં આવ્યો
છે. નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લ્યુસિયન કિન્સ રસી લગાવવાની ના કરવા પર બરતરફ કરવામાં આવેલો નૌસેનાનો પહેલો અધિકારી છે.કાયદાકીય આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે
કિન્સ નૌકાદળના કેપ્ટન અને ‘નેવલ સરફેસ સ્ક્વોડ્રન ૧૪’ના કમાન્ડર કેન એન્ડરસને કમાન્ડર લ્યુસિયન કિન્સને ડિસ્ટ્રોયર યુએસએસ વિન્સ્ટન ચર્ચિલ પરની તેમની ફરજોમાંથી મુક્ત કર્યા છે. નૌસેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કમાન્ડર જેસન ફિશરે ગોપનીયતાની ચિંતાઓને ટાંકીને કિન્સને કમાન્ડમાંથી મુક્ત કરવા માટેનું ચોક્કસ કારણ આપવાનો ઇનકાર કર્યો હતો. ફિશર ‘નેવલ સરફેસ ફોર્સ એટલાન્ટીક’ના પ્રવક્તા છે. તેમણે જણાવ્યું હતું કે બરતરફીનું કારણ એ હતું કે, કિન્સે કાયદાકીય આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા બાદ તેમની ફરજો નિભાવવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.કિન્સે રસી લેવાનો અને ટેસ્ટિંગ કરાવવાનો ઇનકાર કર્યો હતો
જો કે અન્ય અધિકારીઓએ કહ્યું કે, આવું એ માટે કરવામાં આવ્યું કારણ કે, કિંસે રસી લગાવવાના આદેશનું પાલન કરવા તેમજ સંક્રમણની તપાસ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, કિંસે ધાર્મિક કારણોને આગળ ધરતા રજો માંગી હતી, જેની ના કહેવામાં આવી. કિન્સ તે અસ્વીકાર સામે અપીલ કરી રહ્યા છે. પેંટાગને સેનાના તમામ વિભાગોના કર્મચારીઓ માટે રસીકરણ ફરજિયાત કર્યું છે.