રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસ અને ઓમિક્રોનના ખતરા વચ્ચે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને અનેક ધારણાઓ કરવામાં આવતી હતી, ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીએ મહેસાણામાં આ વિશે ખુલાસો કર્યો છે. એક તરફ હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે હવે ખુદ આરોગ્યમંત્રી ખુદ ત્રીજી લહેર આવે તેવી શક્યતા જણાવી રહ્યા છે. જેથી હવે કોરોના નિયમોનું પાલન ખુબ જરૂરી બની ગયું છે.

ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવા અેંધાણ દેખાઈ રહ્યા છે. પરંતુ ત્રીજી લહેર મામલે રાજ્ય સરકાર સજ્જ છે. હોસ્પિટલમાં આઇસીયું બેડ સહિત તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ત્રીજી લહેર આવે તો તેની સામે આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા એક એÂપ્લકેશન તૈયાર કરવામાં આવી છે. આ એÂપ્લકેશનની મદદથી તમારી નજીકની કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી મળશે. ઓÂક્સજન બેડ સહિત તમામ માહિતી આ એપ્લિકેશનની મદદથી લોકોને મળી રહેશે. નાગરિકોને હોસ્પિટલ શોધવા માટે અગવડ ના પડે તેવી વ્યવસ્થા આ એપમાં કરાઈ હોવાની વાત જણાવી છે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરના એધાણ વચ્ચે કોરોના ગાઈડ લાઈનનું પાલન ખુબ જ જરૂરી હોવાનું દર્શાવ્યું છે. તેમણે કહ્યું કે સરકારી કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવે છે. ગાઈડ લાઈનનું પાલન થાય તે રીતે જ કાર્યક્રમોનું આયોજન કરાય છે. માત્ર ફોટોગ્રાફી કરવા પૂરતું જ માસ્ક નીકળવામાં આવતુ હોય છે. તમામ લોકોએ કોરોના ગાઈડ લાઈનનુ પાલન કરવું જાઈએ એ જરૂરી છે.

અત્રે નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે કેન્દ્ર સરકારે નવી ગાઈડ લાઈન પ્રમાણે અમલ કરવા રાજ્ય સરકારને સૂચના આપી છે. આ ગાઈડ લાઈન પ્રમાણે સોસાયટીઓમાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકા કરતા વધુ હશે તો સ્થિતિ અતિગંભીર ગણવામાં આવશે. જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ૪૦ ટકા કરતા વધુ લોકો સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ ગણવામાં આવશે…સાથે જ જરૂર પડે ત્યાં ક્લસ્ટર અને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન માટે પણ સૂચના આપવામાં આવી છે.