કોવિડ વેક્સીનેશનમાં મહારત મેળવી ચૂકેલ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ અટકી નથી રહ્યા. રોજેરોજ તેની સંખ્યા વધી-ઘટી રહી છે. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી ૮૪૩૯ નવા કેસ નોંધવામાં આવ્યા. વળી, ૯૫૨૫ રિકવરી થઈ. કાલના દિવસે ૯૫ મોત પણ નોંધવામાં આવ્યા. આ સાથે જ સરકારી આંકડાઓમાં અત્યાર સુધી ૪,૭૩,૯૫૨ લોકોના જીવ જઈ ચૂક્યા છે.
નવા કેસની વાત કરીએ તો તે હાલમાં ૯ હજારના ગ્રાફથી ઉપર છે. જેમાં કેરળમાં સૌથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કેરળ એ જ રાજ્ય છે જ્યાં દેશનો સૌથી પહેલો કોરોના દર્દી મળ્યો હતો. લગભગ ૨ વર્ષ પછી પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ કાલે કેરળ રાજ્યમાંથી કોરોનાના ૬૮ નવા કેસ નોંધવામાં આવ્યા. આ ઉપરાંત ૧૩૪ મોત થયા. અત્યાર સુધી અહીં ૪૧૯૦૨ મોત થઈ ચૂક્યા છે.
દેશમાં રાહતની વાત એ છે કે હવે કોરોના વાયરસના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા ૧ લાખથી ઓછી છે. આજે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં ૯૩,૭૩૩ છે જે થોડા દિવસ પહેલા ૧ લાખથી વધુ હતી. વળી, દેશનો કોવિડ રિકવરી રેટ હવે ૯૮.૩૬ ટકા છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણના દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો ૩.૪૧ કરોડ થઈ ગયો છે. જેમાંથી ૩,૪૦,૮૯,૧૩૭ દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.