દેશમાં કોરોના કેસમાં ફરી ઉછાળો જાવા મળી રહ્યો છે. જેથી ફરી પ્રતિબંધો વધી રહ્યા છે. દિલ્?લીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, જેના પર સ્થાનીક વહીવટીતંત્ર ગંભીર થયુ છે અને કડક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. કોરોના કેસમાં વધારો અને આગામી તહેવારોની સિઝનને જાતા ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. અને સાર્વજનિક સ્થાનો પર માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક કોરોના દરમિયાન ૨૭૦ નવા કેસ સામે આવ્યા છે. ગૌતમબુદ્ધ નગરમાં ૧૧૭, ગાઝિયાબાદમાં ૫૫, લખનઉમાં ૨૬ અને આગ્રામાં ૧૫ કેસ સામે આવ્યા છે. તેના જ કારણે ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. નોઈડામાં ૩૧ મે સુધી અને ગાઝિયાબાદમાં ૧૦ જૂન સુધી આ કલમ લાગુ રહેશે. જાકે આ દરમિયાન સ્કૂલ પહેલાની જેમ જ ચાલુ રહેશે પણ તેમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
દિલ્હી-એનસીઆરમાં કોરોના ફરી કહેર મચાવતો જાવા મળી રહ્યો છે. દિલ્હીમં રવિવારે કોવિડ-૧૯ના ૧૪૮૫ નવા કેસો સામે આવ્યા છે અને મોત એક પણ નોંધાયુ નથી, જ્યારે સંક્રમણ દર ૪.૮૯% નોંધાયો છે. શહેરના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર નવા કેસોથી રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના કેસોની સંખ્યા ૧૮,૮૪,૫૬૦ પહોંચી ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા ૨૬,૧૭૫ પર છે. શનિવારે શહેરમાં કોવિડ-૧૯ના ૧૫૨૦ કેસ સામે આવ્યા હતા અને એક દર્દીનું મોત નિપજ્યું હતુ.
ગૌતમબુદ્ધનગર પોલીસ કમિશનરે એક નિવેદનમાં કહ્યું- ઉચ્ચ અધિકારીઓની અનુમતિ વગર કોઈને પણ વિરોધ પ્રદર્શન કે ભૂખ હળતાળ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. સાર્વજનિક સ્થાનો પર પૂજા અને નમાઝ અદા કરવાની અનુમતિ પણ નહીં હોય. તે સાથે જ પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓની પરવાનગી વગર કોઈ પણ દુકાનદાર લાઉડસ્પીકર કે અન્ય કોઈ મોટા અવાજના ઉપકરણનો ઉપયોગ નહીં કરી શકે.