ભારતમાં ઝડપથી ફેલાતા કોરોનાવાયરસ ‘ઓમિક્રોર્નના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિતોની સંખ્યા ૨૦૦ને વટાવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી અપાઈ છે . જેમાં અત્યાર સુધીમાં મળી આવેલા ૨૧૩ કેસમાંથી ૯૦ લોકો સ્વસ્થ થઈ ગયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ચૂક્યા છે. ચેપના આ કેસો ૧૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે.ઁ
ભારતમાં પરિસ્થિતિને જાતા વડાપ્રધાન મોદી ગુરુવારે એક બેઠક કરશે, જેમાં દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર સમિક્ષા કરવામાં આવશે . કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને પગલાં લેવા જણાવ્યું છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૪-૫૪ કેસ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ૨૧૪ દર્દીઓમાંથી ૯૦ દર્દીઓ સ્વસ્થ થયા પછી ઘરે ગયા છે. તેલંગાણામાં ઓમિક્રોનના ૨૪ કેસ છે. તે જ સમયે, કર્ણાટકમાં ૧૯, રાજસ્થાનમાં ૧૮, કેરળમાં ૧૫, ગુજરાતમાં ૧૪ દર્દીઓ છે. જમ્મુ અને કાશ્મીરમાં ૩ ઓમિક્રોન દર્દીઓની પુષ્ટિ થઈ છે. જ્યારે ઓડિશા, આંધ્રપ્રદેશ અને યુપીમાં ૨-૨ કેસ છે. ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક ઓમિક્રોન દર્દી છે.