યુપીના મેરઠ પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બૂથ અધ્યક્ષ સંમેલનમાં ભાગ લીધો અને આ કાર્યક્રમને સંબોધન પણ કર્યું હતું. આ સંબોધન દરમિયાન તેમણે કંઈક એવું કહ્યું, જેને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ તેમને બરાબરના ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
જેપી નડ્ડાએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, જ્યારે કોરોના કાળ શરૂ થયો તો તમામ રાજકીય પાર્ટીઓ આઈસોલેશનમાં ચાલી ગઈ હતી. પણ ભાજપના કાર્યકર્તાઓ હથેળીમાં જીવ લઈને રાષ્ટ્રની સેવા કરવા નિકળી પડ્યા હતા. તેમણે કહ્યું કે, હું ગર્વ સાથે કહું છું કે, મને આવી પાર્ટીના અધ્યક્ષ બનવાનો મોકો મળ્યો. કોરોના આવતા તમામ પાર્ટીઓ કોરન્ટાઈન થઈ ગઈ હતી. હાઈબરનેશન, આઈસોલેશનમાં ચાલી ગઈ હતી. કોઈ કાર્યકર્તા બહાર આવ્યો નહોતો. પણ ભાજપના કાર્યકર્તાઓએ દેશની સેવા માટે પોતાનો જીવને પણ જાખમમાં નાખ્યો હતો.
તેમના આ પ્રકારના ટિવટને લઈને યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સંદીપ નામના યુઝર્સે આ ટ્‌વીટ પર રિપ્લાઈ આપતા કહ્યું હતું કે,- મસ્ત જાક હૈ યાર એક ઔર સુનાઓ ટિવટર યુઝર અશરફ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોઈ આવું હડાહડ જૂઠ કઈ રીતે બોલી શકે ? વિચારી પણ ન શકે, જરાં પણ શરમ નથી આવતી ?
ભાજપના ટિવટ પર રિપ્લાઈ આપતા રાજશેખર તલવારએ લખ્યું હતું કે, નડ્ડા મહારાજ હજુ કેટલા નીચે જશો, પડવાની પણ ઔકાત નથી, ખોટુ બોલવું તે ભાજપનો જન્મસિદ્ધ અધિકાર છે. આવું મને ખબર હતી, પણ તેનાથી પણ વધારે ખોટુ બોલવું તે આપનો અધિકાર છે, આવું મને આજે લાગ્યું. તમે અને તમાર બધા ચેલાઓ ગુમ થઈ ગયા હતા, નિકળ્યા હતા તો ફક્ત રાહુલ ગાંધી અને તેમના લોકો, કોંગ્રેસ પાર્ટી.