ગુજરાત સરકારે કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને સહાય મામલે અગ્રતાક્રમ માટે મોટો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યના ગૃહવિભાગે ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ અનુસાર કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને ૨૫ લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે.
અવસાન પામેલા પોલીસ કર્મચારીના પત્ની અથવા પતિ, વિકલાંગ સંતાન, ત્યારબાદ અન્ય સંતાન અને ત્યારબાદ મૃતકના માતા પિતાને સહાય મળી શકશે. કોઈ પણ જાતની આવક મર્યાદા વગર જુના ઠરાવને ધ્યાને રાખી રાજ્યના ગૃહ વિભાગે સહાય ચુકવવા ઠરાવ કર્યો છે.