ગુજરાતમાં ક્રાઈમ રેટમાં વધારો થયો છે. તેમાય આપઘાતના કેસનું પ્રમાણ પણ  વધ્યું છે, કોરોના કાળમાં મંદી જેવો માહોલ સર્જાતા એનક લોકોની આર્થિત સ્થિતિ કથડી હતી, તેમા પણ ખેડૂતો અત્યંત દયનિય પરિસ્થિતિમાં આવી ગયા હતા.ત્યારે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન આપઘાતના કિસ્સા સામે આવ્યા જેમાં ખેડૂતો અને ખેતમજૂરોએ સૌથી વધુ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, એનસીઆરબીના રિપોર્ટમાં આપઘાતને લઈને રજૂ કરવામાં આવેલા એક અહેવાલમાં ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે.

કોરોનામાં લોકડાઉનને પગલે ખેડૂતો પોતાનો સામાન પણ બજાર સુધી પહોંચાડી શકતા નહોતા, જેથી મહા મહેનતે તૈયાર કરેલા પાક બગડી જતા મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો એવામાં ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગતા અનેક ખેડૂતોએ આપઘાત કર્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં જમીન વિહોણા ખેતમજૂરોની સંખ્યા વધુ જાવા મળે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર ગુજરાતમાં કોરોના કાળના વર્ષ ૨૦૨૦માં ૧૨૬ ખેતમજૂરો અને ખેડૂતોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ૫ ખેડૂતો અને ૧૨૧ ખેતમજૂરોએ જીવન ટુંકાવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતના કેસનું પ્રમાણ વધ્યું છે તેમા પણ ખેડૂતોમાં આપઘાતના કિસ્સા વધુ જાવા મળે છે.

અહેવાલ પ્રમાણે દેશમાં ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૦,૬૭૭ લોકોએ આપઘાત કર્યો છે. જેમાં ગુજરાતમાં જ ૧૨૬ લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૦૦૬ લોકોએ આપઘાત કર્યો છે. તો કર્ણાટકમાં ૨૦૧૬, આંદ્રપ્રદેશમાં ૮૮૯, મધ્ય પ્રદેશમાં ૭૩૫ ખેતર મજૂરો અને ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં ૫ ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે ૧૧૬ ખેતમજૂર સાથે ૫ મહિલા ખેત મજૂરે પણ જીવન ટૂંકાવ્યું છે. આમ જા વાત જાઈએ તો કોરાના કાળમાં NCRBના રિપોર્ટ મુજબ ખેતી સાથે સંકળાયેલા ૧૦ હજાર ૬૭૭ લોકોએ આપઘાત કર્યો છે.