ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે શ્રીમતી કોમલબેન નિલેશભાઈ ખીલવાણીની નિમણૂક થતાં સિંધી સમાજમાં ભારે હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે. સમાજના યુવા અગ્રણી નિલેશભાઈ ખીલવાણીના પત્ની કોમલબેન લાંબા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં છે. તેમની આ નિમણૂકને પગલે પક્ષના સંગઠનને નવી ઊર્જા મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. આ ખુશીમાં કોડીનાર તેમજ ભાવનગર શહેરમાં સિંધી સમાજના લોકોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ભવ્ય ઉજવણી કરી હતી.










































