ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ફરી એકવાર મેદાનમાં સામસામે આવવા માટે તૈયાર છે. જાકે, આ મેચ પુરૂષ ક્રિકેટ વચ્ચે નહીં પરંતુ મહિલા ક્રિકેટ વચ્ચે રમાશે. ૨૦૨૨માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માં પણ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં યોજાનારી મહિલા ટી ૨૦ ક્રિકેટ ટીમોનું શેડ્યૂલ શુક્રવારે જ જાહેર કરવામાં આવ્યું હતું. આગામી વર્ષે બ‹મગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ એકબીજા સામે રમતા જાવા મળશે.
બ‹મગહામ કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઈઝિંગ કમિટીએ શુક્રવારે ક્રિકેટ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું. આ મુજબ, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં મહિલા ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમ તેની પ્રથમ મેચ ૨૯ જુલાઈએ ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ ૩૧ જુલાઈએ ટકરાશે. તમામ મેચ બ‹મગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને પાકિસ્તાનની ટીમોને ગ્રુપ છમાં રાખવામાં આવી છે. ૧૯૯૮ પછી પ્રથમ વખત ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની ફાઈનલ ૭ ઓગસ્ટે રમાશે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ ૨૯ જુલાઈથી એજબેસ્ટન ખાતે યોજાશે. ૭ ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ અને ગોલ્ડ મેડલ મેચ રમાશે. તે જ સમયે, સેમિફાઇનલ ૬ ઓગસ્ટે રમાશે. યજમાન ઈંગ્લેન્ડ ૩૦ જુલાઈએ ક્વોલિફાયરમાંથી તેમની પ્રથમ મેચ રમશે. ક્વોલિફાયર ૨૦૨૨ની શરૂઆતમાં રમાશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ ૨ ઓગસ્ટે દક્ષિણ આફ્રિકા અને ૪ ઓગસ્ટે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.
ટુર્નામેન્ટની આઠ ટીમોને ચાર-ચારના બે ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં ભારતને ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાર્બાડોસ સાથે ગ્રુપ છમાં રાખવામાં આવ્યું છે. તે જ સમયે, ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ક્વોલિફાયર ટીમ હશે, જેનો નિર્ણય ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં થશે. બંને ગ્રૂપમાંથી બે-બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ભારત તેની છેલ્લી ગ્રુપ મેચ ૩ ઓગસ્ટે બાર્બાડોસ સામે રમશે. આ જ દિવસે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે ટકરાશે.