ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે સમસ્ત સોરઠીયા વાણંદ સમાજ દ્વારા આયોજિત ૧૫મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૫ (શનિવારે), ૬ દીકરા અને ૬ દીકરીઓ સહિત કુલ ૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડીને નવા દાંપત્યજીવનનો પ્રારંભ કર્યો હતો. શ્રી લીંબોચ માતાજી અને શ્રી શેન મહારાજની પ્રેરણાથી તેમજ ઉદાર દાતાઓ અને જ્ઞાતિબંધુઓના સહકારથી કોડીનાર તાલુકા સમસ્ત સોરઠીયા વાણંદ સમાજ દ્વારા આ ૧૫મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. શ્રી વિહોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ભક્તિ શૈક્ષણિક સ્કૂલ, કડવાસણના મેદાન ખાતે આ પાવન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, કોડીનાર નગરપાલિકાના પ્રમુખ શિવાભાઈ સોલંકી, કોડીનાર નગરપાલિકાના સભ્ય નરેશભાઈ ડાભી અને કોડીનાર કી આવાઝના જે.કે. મેર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








































