ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાનાં નિવૃત આંગણવાડી સંચાલિકા અને હેલ્પરોએ પોતાને મળતા ગ્રેચ્યુટીનાં લાભો આપવાની માંગ સાથે કોડીનાર મામલતદારને આવેદન આપ્યું હતું. ઉપરાંત જો નિવૃત આંગણવાડીની બહેનોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાની ચીમકી આપી હતી. પહેલા તો કોડીનાર મામલતદાર આવેદનપત્ર સ્વીકાર્યા વગર જ જતા રહ્યા હતા પરંતુ મહિલાઓએ રામધૂન બોલાવી હતી. આખરે મામલદાર પરત ફર્યા અને આવેદન સ્વીકાર્યું હતું.