કોડીનાર સર્વેલન્સ સ્ક્વોડે શહેરમાં એક ચૂનાભઠ્ઠી પાસે જાહેરમાં જુગાર રમતા ચાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસ બાતમીને આધારે કોડીનાર વિસ્તારમાં રાઉન્ડિંગ કરી રહી હતી, ત્યારે તેમણે આરોપીઓને જાહેરમાં જુગાર રમતા જોયા હતા. રેઇડમાં, આરોપીઓ પાસેથી કુલ ૧૨,૨૦૦ રૂપિયા રોકડ અને જુગાર રમવાના વિવિધ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જયપાલ અશોક વાળા, મનુભાઇ જોધાભાઇ મકવાણા, ગોવિંદભાઇ ધીરૂભાઇ ચૌહાણ અને દિનેશભાઇ હરીભાઇ વાળાનો સમાવેશ થાય છે. આ તમામ વિરૂદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશને જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.