કોડીનારથી વડોદરા જતી એસ.ટી. બસ (નં. ૨૫૯૦) માં મુસાફરી દરમ્યાન એક મુસાફર યુવતીની સોનાની નથ
ખોવાઈ જવાની ઘટના સામે આવી હતી. ભાવનગરથી વડોદરા પહોંચેલી મુસાફર રુતુબેનનું આ કિંમતી આભૂષણ બસમાં ગાયબ થયું હતું. બસના કન્ડક્ટર જયસુખ ચાવડા અને ડ્રાઈવર ગીગાભાઈને બસની સફાઈ દરમ્યાન નથ મળતા તેમણે તરત જ મુસાફર રુતુબેનનો સંપર્ક સાધ્યો. મુસાફરનો સંપર્ક મળતા બંનેએ કોઈ પણ લોકલાખા વિના સોનાની નથ ઈમાનદારીપૂર્વક પરત કરી માનવતા અને ફરજની ભાવના દાખવી હતી. કન્ડક્ટર અને ડ્રાઈવરની આ ઈમાનદારીના કૃત્યની મુસાફર રુતુબેન તથા સહમુસાફરો દ્વારા પ્રશંસા થઈ રહી છે.