જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ખાતે હેલન – કેલર દિવસ અને મતદાર જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મામલતદાર હેમાંગીબેન પટેલ દ્વારા ચૂંટણીકાર્ડ કઢાવવા ચૂંટણી દરમિયાન વોટીંગ કરવા, વોટીંગ બુથ પર મળતી સેવાનો લાભ લેવા તેમજ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેઓને ચૂંટણીકાર્ડ કઢાવવા અંગે જરૂરી દસ્તાવેજની માહિતી આપવામાં આવી હતી.