કોડીનાર પોલીસે લાંબા સમયથી સમાજસેવા કરતા રમેશભાઈ બજાજ અને જે.કે. મેરનું સન્માન કર્યું છે. પી.આઈ. એન.આર. પટેલ અને પી.પી.એસ.આઈ. જેબલિયાએ સન્માન પત્ર, ફૂલહાર અને શાલ અર્પણ કર્યા હતા. રમેશભાઈ ગુરુ નાનક સિંધી સેવા મંડળ સાથે સંકળાયેલા છે, જ્યારે જે.કે. મેર હરિઓમ સેવા ટ્રસ્ટ અને કોડીનાર કી આવાઝ સાથે જોડાયેલા છે, જેમણે ૧૯૮૫થી ૨૦૦થી વધુ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કારમાં મદદ કરી છે. આ પ્રસંગે નગરપાલિકા સદસ્ય નરેશભાઈ ડાભી, રામસિંગભાઈ સોલંકી અને ઉત્પલભાઈ દામોદ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.