દિવાળીના તહેવાર નિમિત્તે કોડીનાર પોલીસે અરજદારોના ગુમ થયેલા, પડી ગયેલા કે ખોવાઈ ગયેલા કુલ ૧૪ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે.
આ મોબાઈલની કુલ કિંમત રૂ. ૪,૦૯,૯૪૧/- થવા જાય છે. કોડીનાર ટાઉન બીટના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી. જાની, ધીરુભાઈ ચીથરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ જીણાભાઈ અને ભીખુશા બચુશાની ટીમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ મોબાઈલ શોધી કાઢ્યા હતા. મળી આવેલા મોબાઈલમાં આઈફોન ૧૫ પ્રો (રૂ. ૧,૩૪,૯૦૦/-), સેમસંગ ગેલેક્સી (રૂ. ૭૧,૦૦૦/-), એમ.આઈ.નોટ ૧૩ પ્રો (રૂ. ૩૫,૪૯૯/-), રીયલમી ૧૧ પ્રો (રૂ. ૨૬,૯૯૯/-) સહિતના વિવિધ બ્રાન્ડના મોબાઈલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કોડીનાર ટાઉન બીટ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૯૦ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે, જેની કુલ કિંમત રૂ. ૧૮,૫૯,૬૨૪/- થવા જાય છે.