કોડીનાર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૦૧ બોટલ સાથે એક શખ્સને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસને મળેલ બાતમીના આધારે મોટરસાયકલ રજી.નંબર GJ-37-A-6969 ના ચાલક રવિભાઇ ભીમાભાઇ બાંભણીયાને રોકાવી તલાસી લેતા તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી કુલ બોટલ નંગ-૨૦૧ ની કુલ કિં.રૂ.૩૪,૦૮૪/- ગણી તથા મોટર સાયકલ નંગ-૦૧ ની કિં.રૂ. ૨૦,૦૦૦/- ગણી તથા મોબાઇલ નંગ-૦૧ ની કિં.રૂ.૫,૦૦૦/- ગણી કુલ કિં.રૂ.૫૯,૦૮૪/-નો પ્રોહી.મુદ્દામાલ કબ્જે કરી કોડીનાર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.









































