ઉના વિભાગના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભારત ગેસ ગોડાઉન પાછળથી પુદુભાઈ માવજીભાઈ મંડુરિયા નામના ૨૯ વર્ષીય યુવકને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્‌યો હતો. આરોપી પાસેથી બે છરી, ત્રણ લોખંડના ભાલા, ધારદાર હથિયાર અને ધાતુના કવરવાળી ફાઈબરની લાકડી જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.