કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.આર. પટેલની સૂચના પ્રમાણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અરજદારોના ખોવાઈ ગયેલ, પડી ગયેલા કે ગુમ થયેલા અલગ અલગ કંપનીઓના કુલ ૧૫૨૨૧૮ ની કિંમતના ૯ મોબાઈલ ફોન જે તે સ્થિતમાં મૂળ માલિકાને પરત આપી પ્રસંશનીય કામગીરી કરી હતી. ઉપરાંત ૨ બાઇક પણ મૂળ માલિકને પરત કર્યા હતા. આમ કોડીનાર પોલીસ સ્ટેશનની ટાઉન બીટ દ્વારા ખુબ ટૂંકા સમયમાં કુલ ૧૧૭૬૮૭૯ ની કિંમતના કુલ-૫૯ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત અપાવી ખુબ સરાહનીય કામગીરી કરી હતી.