કોડીનાર પોલીસ સ્ટેશનના જવાનોએ નાગરિકોની સુરક્ષા અને સહાય માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. શિંગોડા નદીના કાંઠે ભરાતી રવિવારી બજારમાં ગુમ થયેલા મોબાઇલ ફોન અને કિંમતી ચીજવસ્તુઓ શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી. કોડીનાર પીઆઈ એ. એ. પટેલની સૂચના અને પીએસઆઈ કે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ કોડીનાર ટાઉન બીટના એએસઆઈ કંચનબેન વી. રાઠોડ અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ કામગીરી હાથ ધરી હતી. તેમણે અલગ-અલગ કંપનીના બે મોબાઇલ ફોન (કુલ કિંમત રૂ. ૩૩,૯૦૦/-), એક પર્સમાં રૂ. ૩,૦૦૦/- રોકડા અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, એટીએમ કાર્ડ વગેરે શોધી કાઢ્યા હતા. આ શોધી કાઢેલી વસ્તુઓ રજાકભાઈ અબ્દુલભાઈ ઘરડેરા (વીવો ્‌૧), નિર્ભયભાઇ લખમણભાઇ સોલંકી (રીયલમી ઝ્ર૧૨) અને જ્યોત્સનાબેન યુસફભાઈ શેખને પરત કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓએ કોડીનાર પોલીસની આ પ્રશંસનીય કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો.