કોડીનારમાં ગુરૂવારે સફાઈ કરવા બાબતે નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર પર રફિક સેલોત સહિત માથાભારે શખ્સોએ હુમલો કરતા નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ન્યાયની માંગ સાથે સવારથી જ પોલીસ સ્ટેશનના મેદાનમાં ધરણા પર બેસી જતા શહેરમાં સફાઈ, પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટ જેવી સેવાઓ ખોરંભે પડી હતી. આ હડતાલનો અંત લાવવા તંત્ર દ્વારા કર્મચારીઓની મુલાકાત કરી ફરિયાદમાં ખૂટતી કલમ ઉમેરી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા તેમજ નિર્દોષ કર્મચારીઓ પર ખોટી ફરિયાદ દાખલ ન કરવામાં આવે તેવી ખાતરી અપાતા કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી અને બનાવવાળા વિસ્તારને બાદ કરતા અન્ય તમામ વિસ્તારોમાં સેવાઓ શરૂ કરી દીધી હતી.