કોડીનાર તાલુકાના બરડા ગામની પ્રાથમિક શાળા નજીક દેશી દારૂના વેચાણનો એક વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ વિડીયોમાં એક મહિલા તેના નાના બાળકને દારૂની પોટલીઓ વચ્ચે રમાડતી જોવા મળી હતી. આ ઘટના બાદ ગ્રામજનોએ પોલીસ વડાને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે પોલીસની મિલીભગતથી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે દારૂમાં કેમિકલ ભેળવવાથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને નાની ઉંમરે ઘણી મહિલાઓ વિધવા બની રહી છે. તેમણે તાજેતરમાં ઉનામાં દારૂના વેપારીઓ સામે લેવાયેલા કડક પગલાંને આવકાર્યા, પરંતુ સવાલ ઉઠાવ્યો કે આ આરોપીઓ કોના આશીર્વાદથી આ ધંધો ચલાવતા હતા તેની તપાસ થવી જાઈએ.
જા કે આ અંગે કોડીનાર પી.આઈ. પટેલે જણાવ્યું કે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી આપવા માટે સ્થાનિક સરપંચોને સૂચના આપી છે. જા પોલીસને માહિતી આપવામાં આવશે તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે. પોલીસની બાહેંધરી બાદ હવે બુટલેગરો સામે કયાં પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે જાવાનું રહ્યું.