ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક તથા ઘાસચારાનું ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા તાલાલા રેન્જ ફોરેસ્ટ ઓફિસ મારફતે ઘાસચારો વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ કોડીનાર વિસ્તારના ખેડૂતોને તાલાલા સુધી ટ્રાન્સપોર્ટેશનની મુશ્કેલી ન થાય તે હેતુથી કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી તલાલા જઈ ઇર્હ્લં વઘાસિયાને રૂબરૂ મળ્યા હતા. તેમના પ્રયાસોથી ૮ લાખ કિલો ઘાસચારો કોડીનારમાં જ વિતરણ કરવા માટે મંજૂરી મળી છે.