કોડીનાર નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદ રાઠોડના માર્ગદર્શન હેઠળ કોડીનાર શહેરી વિસ્તારના લોકોને પીવાનું પાણી શુદ્ધ મળે માટે ક્લોરિનેશન અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે જાહેર સ્થળો, દિવાલો ઉપર સ્વચ્છતાનાં ચિત્રો દોરી
જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોડીનાર નગરપાલિકા ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં શહેરનાં વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે પાણીના સમ્પ, કૂવાઓમાં કલોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ‘સ્વચ્છ સર્વેક્ષણ’, ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૪’ અંતર્ગત કોડીનાર શહેરી વિસ્તારનાં તમામ વોર્ડમાં જાહેર સ્થળો, દિવાલો ઉપર સ્વચ્છતાનાં ચિત્રો, સૂત્રો લખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.