કોડીનારમાં નગરપાલિકાની ચૂંટણી થઇ રહી છે ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના બે ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના વોર્ડ નંબર ૧ ના ઉમેદવાર અજિતભાઈ ડોડીયા અને ભરતભાઈ કતિરા ગઈકાલે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ધારાસભ્ય પ્રદ્યુમન વાંઝાના નેતૃત્વમાં ભાજપમાં જોડાયા હતા. તેમણે પક્ષ પ્રેરીત પેનલને પોતાનો ટેકો જાહેર કરતા કોડીનાર કોંગ્રેસમાં સન્નાટો છવાયો હતો.