ગીરસોમનાથ જિલ્લામાં જિલ્લા બેંક તરીકે સ્ટેટ્‌સ ધરાવતી અને કોડીનાર તાલુકાની સૌથી મોટી સહકારી કોડીનાર તાલુકા યુનિયન બેંકની ૧૦૯મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન પી.એસ. ડોડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. સાધારણ સભાની શરૂઆતમાં બેંકના જનરલ મેનેજરે સૌને આવકાર્યાર્ હતા અને બેંકે ત્રણ કરોડ ૯ર લાખનો નફો કર્યો હતો તે અંગે સભાસદોને માહિતી આપી હતી. બેંક દ્વારા યુપીઆઇથી પેમેન્ટ થઇ શકે તે માટે ખાસ સુવિધા રૂપે એપ્લીકેશન દ્વારા ચુકવણી થશે તેવી માહિતી આપવામાં આવી હતી. ચેરમેન ડોડીયાએ સભાસદ ભાઇઓ – બહેનોના બેંક તરફના વિશ્વાસ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યાં હતાં.