કોડીનાર તાલુકાના ગામોમાં શિયાળુ પાકનુ વાવેતર કરવામાં આવ્યુ છે પરંતુ છેલ્લાં ઘણા સમયથી યુરિયા ખાતરની આ તાલુકામાં અછત હોવાથી શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. યુરિયા ખાતરની તંગીને કારણે ખેડૂતોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. કોડીનાર તાલુકામાં ઘઉંનુ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યુ છે. રર દિવસ પછી યુરિયા ખાતરનો બીજા ડોઝ આપવો પડતો હોય છે ત્યારે જ યુરિયા ખાતરનો જથ્થો નહી મળવાને કારણે ઘઉંનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. અન્ય તાલુકાઓમાં યુરિયા ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે પરંતુ કોડીનાર તાલુકામાં યુરિયા ખાતરના જથ્થાની કેમ અછત છે તેવો સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યાં છે.