કોડીનાર તાલુકામાં ઉનાળુ બાજરીનું આ સાલ મોટું વાવેતર થયું છે. જે પાક તૈયાર થઈ ગયો છે પણ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં નહિ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત સરકાર દ્વારા બાજરીની નોંધણી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી ત્યારે મોટા ભાગના ખેડૂતોએ નોંધણી કરવી દીધી છે. એટલુ જ નહિ નોંધણી કરાવનાર ખેડૂતોને મેસેજ પણ મળી ગયા પણ આખરી સમયે બાજરીનો તોલ શરૂ કરવામાં આવ્યો નથી. જાણકારોના કહેવા મુજબ ગાંધીનગરથી કોઈ સૂચના નહિ મળતાં બાજરીની ખરીદી શરૂ થઈ નથી. હાલ બાજરીનો પાક તૈયાર થઈને ખેડૂતોના ઘેરે આવી ગયો છે. વાવેતર મોટું હોય સાચવવાની મુશ્કેલી છે તેમાં ચોમાસુ નજીક હોય અને સિઝનની આખર હોય ખેડૂતો નાણાંકીય મુશ્કેલીમાં હોય ત્યારે બાજરીનો તોલ તુરત શરૂ કરવા માંગ ઉઠી છે.