કોડીનારના શેઢાયા ગામે ગાંધી જયંતી નિમિત્તે ગ્રામ સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. ત્યારપછી આ સ્વચ્છતા કાયમી જાળવી રાખવા ગામના તમામ નાગરિકો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો. શેઢાયા ગ્રામ પંચાયત કચેરીએ ૩/૧૦ની ગ્રામસભામાં ગ્રામજનોએ સ્વચ્છતાના શપથ લીધા હતા “અમે અમારા ગામનાં ગલી-મહોલ્લા તેમજ જાહેર રસ્તા ઉપર કચરો ફેંકીશું નહી તેમ જ બાપુનું સ્વચ્છ ભારતનું સપનું અમે સાથે મળીને સાકાર કરીશું.” ગામના દરેક નાગરિકે વર્ષની ૧૦૦ કલાક સ્વચ્છતામાં શ્રમદાન, સેવા યજ્ઞ અવિરત ચાલુ રાખીશું એવો સંકલ્પ લીધો હતો.