કોડીનાર તાલુકાના શેઢાયા ગામે ચાંદીપુરા બીમારીને અનુલક્ષીને સાવચેતીના ભાગરૂપે દવાનો વ્યાપક છંટકાવ કરવામાં આવ્યો હતો. હાલ આ રોગના પગલે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગની ઝુંબેશના ભાગરૂપે શેઢાયા ગામના લોકોની આરોગ્યની જાળવણી માટે ગ્રામપંચાયત શેઢાયા દ્વારા મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ ઘટાડવા ગામની દરેક બજારો, ગલીઓ તેમજ મહોલ્લા, ચોકની અંદર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.