કોડીનારના મોરવાડ ગામના પ્રવિણભાઈને યુવા વયે જીવલેણ બીમારી લાગુ પડી હતી. પણ તેઓ સમાજમાં સેવા પ્રવૃત્તિઓ કરતા રહ્યા હતા. તેમનું તા. ર૭/૮ ના રોજ અવસાન થતા નાના એવા મોરવાડ ગામ અને આહીર સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. તા.૭/૯ ના રોજ સ્વ. પ્રવિણભાઈની ઉત્તરક્રિયા પ્રસંગે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉના ખાતે ‘દિવ્ય જયોત બ્લડ બેંક’ ના સ્ટાફની ઉપસ્થિતિમાં મોરવાડ ગામ અને સ્વ. પ્રવિણભાઈના સગા સ્નેહીઓ દ્વારા ૧ર૦ બોટલ લોહી આપી સ્વર્ગસ્થ પ્રવિણભાઈને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી સમાજને એક નવો રાહ બતાવ્યો છે.