કોડીનાર તાલુકાના માલગામ ગામે બનેલો નેશનલ હાઇવે ગામ તળથી ૧૨ ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડ ઉપર જવા ગામ લોકોને સુવિધા આપવામાં આવી નથી. ડોળાસા નજીકના માલગામથી પસાર થતો ફોરટ્રેક હાઇવે મૂળ સપાટીથી ૧૨ ફૂટ ઊંચો બનાવાયો છે પણ ગામલોકોની સુવિધાનો કોઈ ખ્યાલ રાખવામાં આવ્યો જ નથી. જેથી લોકો રોડ ઉપર ચડવા-ઉતરવા જોખમી ઢાળ ઉપરથી આવન-જાવન કરે છે. ચોમાસામાં સ્થિતિ ગંભીર બને છે.