ગીર સોમનાથ જિલ્લામાં કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના મુજબ કોડીનાર તાલુકાના પીપળી ગામે આકસ્મિક તપાસ કરતાં શ્રધ્ધા એન્ટરપ્રાઈઝ નામની ગોડાઉનની જગ્યામાં લૂઝ કટ્ટા મળ્યા હતાં. આ અંગે જરૂરી બિલોની ચકાસણી હાથ ધરતાં બિલ સિવાયનો ૮,૧૦૦ કિ.ગ્રા ઘઉંનો જથ્થો, ૬,૧૦૦ કિ.ગ્રા. ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત રૂ.૩,૯૧,૫૦૦ થાય છે. આ આવશ્યક ચીજ-વસ્તુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરીને કોડીનારના પુરવઠા ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે.










































