કોડીનાર તાલુકાના ડોળાસા ગામના યુવક અલ્પેશને ૨૦૨૦માં કિડનીની બીમારી લાગુ પડી હતી. તપાસ દરમિયાન બંને કિડની ખરાબ થઈ ગઈ હતી અને તે ડાયાલિસિસના સહારે જીવન જીવવા લાગ્યો હતો. જેથી માતા લાભુબેન પર જાણે વજ્રઘાત થયો હતો.! ઉના મહેતા હોસ્પિટલ ખાતે અલ્પેશની સારવાર ચાલુ હતી. આ દરમ્યાન દુનિયામાં ક્યાંય નહિ બન્યું હોય તેવું બની ગયું. નાના દિકરા કલ્પેશને પણ કિડનીની બીમારી લાગુ પડી…!! અને તપાસ કરી તો જણાયું કે કલ્પેશની પણ બંને કિડની કામ કરતી બંધ થઇ ગઇ છે….!! લાભુબેન વધુ એક વજ્રઘાત સહન કરી દિગ્મૂઢ બની ગયા. લાભુબેને સમાજ પાસે પાલવ ફેલાવી આર્થિક મદદ રૂપ થવા દાનની અપીલ કરી છે. યથાશક્તિ મદદ મોકલવા અપીલ કરવામાં આવી છે. લાભુબેનનું ખાતું SBI ડોળાસામાં છે. જેમના ખાતા નંબર ૩૫૧૦૫૦૧૦૬૯૨ છે. ડોળાસા SBI IFSC code sbin ૦૦૬૦૨૮૫ છે. ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે મદદ મોકલવા ફરી અપીલ કરવામાં આવી છે.