કોડીનાર તાલુકાના ડોળાસા ગામની સાડા સોળ વર્ષની સગીર લોહાણા કિશોરીને ડોળાસા ગામનો જ વાણંદ યુવાન ભગાડી ગયાને એક મહિનાથી વધુ સમય વિતી જતા પોલીસને કોઈ ભાળ મળી નથી. ડોળાસા ગામની સગીરાને ગામનો જ કાર્તિક જેન્તીભાઇ સોલંકી નામનો વાણંદ યુવાન પટાવી, ફોસલાવી, લાલચ આપી બદકામ કરવાના ઇરાદે તા.૩/૬/૨૦૨૫ ના રોજ રાત્રી દરમ્યાન ઘેરેથી ભગાડી ગયો છે. સાથે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ ઉઠાવી ગયો છે. આ બાબતે કોડીનાર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ કરવામાં આવલી હતી. સગીરાના પિતાએ યુવકના ઘરે તપાસ કરી તો જેન્તીભાઇ અને તેમના પત્ની રીટાબેન ઉદ્ધત જવાબ આપી કહેવા લાગ્યા ” હા તમારી દીકરી અમારા કબ્જામાં છે અને હવે તેની પાસે જ અમારા રોટલા ઘડવવાના છે કહી ગાળો બોલી કાઢી મૂક્યા હતા.