કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સાડા બાર વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર એક કલાકમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો. બપોરે ૧૨ઃ૩૦ થી ૧ઃ૩૦ દરમિયાન ધોધમાર વરસાદ પડ્‌યો હતો અને બે ઇંચ વરસાદ નોંધાયો હતો. મોસમનો કુલ વરસાદ ૫ ઈંચ થયો છે. સતત કમોસમી વરસાદથી મગ, તલ, કેરી સહિત અન્ય ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. અચાનક ધોધમાર વરસાદથી ડોળાસાની બજારોમાં પાણીનો ભરાવો થયો હતો.