તાજેતરમાં જાહેર થયેલા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષામાં આલીદર માધ્યમિક શાળાએ પ્રભાવશાળી દેખાવ કરી આલીદર ગામનું ગૌરવ વધાર્યું છે. આલીદર માધ્યમિક શાળા ધોરણ ૧૦નું ૯૩.૯૨ ટકા પરિણામ જાહેર થયેલ છે. જેમાં પ્રથમ સ્થાન પર ગૌસ્વામી અંજલીબેન જેમણે ૯૯.૪૭ પી.આર. સાથે એ૧ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. દ્વિતીય સ્થાન પર ઝાલા દૃષ્ટિબેન જેમણે ૯૮.૩૬ પી.આર. સાથે છ૧ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તૃતીય સ્થાન પર ચુડાસમા ઉન્નતિબેનએ ૯૭.૧૩ પી.આર. પ્રાપ્ત કરેલ છે. તેમજ બે દિવસ પૂર્વે સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર થયેલું જેમાં આલીદર શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યુ છે. આમ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી શાળા, પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.