કોડીનારના ધારાસભ્ય તરીકે ચૂંટાયાના ટૂંકા ગાળામાં કોડીનાર તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી વિકાસ યાત્રા પહોંચાડવા પ્રયત્નશીલ ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાએ કરોડોના વિકાસ કાર્યો મંજૂર કરાવ્યા છે. ધારાસભ્યએ કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓને નવા બનાવવા માટે સતત રાજય સરકારમાં
રજૂઆત અને સંકલન કરતા હતા જેના ફળ સ્વરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કોડીનાર તાલુકાના ગામડાઓને જોડતા ૯ રસ્તાઓને નવા બનાવવા માટે ૧૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જેમાં આલીદર હરમડીયા રોડ, ચૌહાણની ખાણ એપ્રોચ રોડ, અરીઠીયા શેઢાયા રોડ, મઠ એપ્રોચ રોડ, બરડા એપ્રોચ રોડ, બોડવા એપ્રોચ રોડ, જિયલા એપ્રોચ રોડ એન એથ ટુ ડોળાસા ચીખલી કોબ રોડ, માઢગામ સોખડા ચીખલી રોડ, નવા બનશે. જ્યારે આદપોકાર એપ્રોચ રોડ, ડોળાસા બોડીદર રોડ, દેવળી એપ્રોચ રોડ આલીદર સોનપરા રોડ, હરમડીયા ભોમેશ્વર રોડ, મડીયા એભલવડ રોડ, છારા ગંગનાથ રોડ ઉપર ડામરકામ સી.ડી.વર્કસ, નાળાપુલિયાનાં કામો હાથ ધરી અને નવીનીકરણ કરવામાં આવશે.