કોડીનાર તાલુકાના મિતીયાજ ગામે સંત શ્રી નારણબાપાની મૂર્તિ અનાવરણ મહોત્સવ પૂર્વે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં ગામના તમામ સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. મિતીયાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો સહિત સામાજિક કાર્યકર સુરપાલસિંહ બારડ અને લલિત વાળા પણ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રાએ ગામમાં ભક્તિમય અને સામાજિક એકતાનો અદ્‌ભુત માહોલ સર્જ્યો હતો.